શું તમને પાયોરિયા છે ?
- Prerak Velani
- Dec 8, 2023
- 3 min read
Updated: Dec 9, 2023
મસુડો મેં સે ખૂન ? ક્યા આપ કો પાયોરિયા હે ? આવું ટેલિવિઝનની એડ મા સાંભળ્યું હશે . તો આ પાયોરિયા શું છે ?
પેઢાના રોગોને સામાન્ય ભાષામાં પાયોરિયા કહેવામાં આવે છે. પાયોરિયા આલ્વ્યોલારીસ શબ્દ યુરોપમાં પ્રચલિત થયો હતો. આજે પેઢાના રોગો માટે જીન્જીવાઈટીસ અને પેરીયોડોન્ટાઈટીસ એમ મુખ્ય બે પ્રકારની terminology વાપરવામાં આવે છે.
દાંતને સપોર્ટ આપતા સ્ટ્રક્ચરમાં મુખ્યત્વે periodontal લીગામેન્ટ, alveolar બોન, અને પેઢા ( gingiva ) હોય છે.
પેઢાના રોગોનું શરૂઆતનું સ્ટેજ એટલે જીન્જીવાઈટીસ જે માત્ર gingiva એટલે કે gums ને અસર પહોંચાડે છે. જેના લક્ષણોમાં પેઢામાંથી લોહી આવવું પેઢા લાલાશ પડતા દેખાવા એ મુખ્ય છે.
જ્યારે આ રોગ gingiva ઉપરાંત periodontal લીગામેન્ટ અને alveolar બોન ને અસર પહોચાડે ત્યારે તેને પેરીયોડોન્ટાઈટીસ કહે છે. જેના લક્ષણોમાં પેઢામાંથી લોહી આવવું, પેઢા લાલાશ પડતા થવા એ ઉપરાંત પેઢા દાંત થી છુટા પડવા, પેઢામાંથી પસ આવવું, દાંત હલવા લાગવા, બે દાંત વચ્ચે જગ્યા વધતી જવી, પેઢામાં ચળ થવી, ટુથપીક થી ખોતરવાનું મન થવું, મોઢામાંથી ખરાબ વાસ આવવી વગેરે છે.

જો કોઈ તકલીફ ના હોય તો પણ ટ્રીટમેન્ટ કેમ જરૂરી છે?
કારણ કે નાની ઉંમરે દાંત નબળા પડવા અને પડી જવાનું મુખ્ય કારણ પેરીયોડોન્ટાઈટીસ છે.
પેઢાના રોગો ની અવગણના નું મુખ્ય કારણ આ રોગમાં દુખાવો પ્રમાણમાં ઓછો કે નહીંવત્ હોય છે આથી આને સાઇલન્ટ ડિસીઝ અથવા સાઇલન્ટ કીલર ઓફ ટૂથ પણ કહે છે . જે કોઈપણ પ્રકારના ખાસ ચિન્હો સિવાય પણ પેઢા અને હાડકાંને કોરી ખાય છે અને નાની ઉંમરમાં દાંતને નબળા પાડે છે.
Dr Loe ના 20 વર્ષ લાંબા ચાલેલા પ્રયોગ પરથી એ સાબિત થયું છે કે જે લોકો નિયમિત ડેન્ટલ ચેકઅપ અને દાંતની સફાઈ કરાવે છે એ લોકો મા પેરીયોડોન્ટાઈટીસ બેથી ચાર ગણો ઓછો હોય છે.
પેરીયોડોન્ટાઈટીસ ને જનરલ હેલ્થ સાથે પણ સંબંધ છે. દાંત પર જમા થયેલી છારી માં ખૂબ જ માત્રામાં બેક્ટેરિયા આવેલા હોય છે જે endotoxin અને cytotoxin કહેવાતા ટોક્સિન લોહી મારફતે પુરા શરીરમાં ફેલાવે છે. જેની અસર હેઠળ ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડીઝીઝ, endocarditis, ન્યુમોનિયા, બ્રોન્કાઇટીસ, ગેસટ્રાયટીસ, pre term birth થઇ શકે છે.
પેરીયોડોન્ટાઈટીસ થવાનું મુખ્ય કારણ શું?
દાંત પર જામતી ક્ષારી- bacterial plaque એ પેરીયોડોન્ટાઈટીસ થવાનું મુખ્ય કારણ છે.
ક્ષારી- plaque કેમ બાજે છે દાંત પર ?
લાલ રસ માં આવતા glycoproteins અને proteoglycans દાંત ની સપાટી પર એક લેયર બનાવે છે જેના પર બેક્ટેરિયા અટેચ અને ગ્રો થાય છે. મોઢામાં માત્ર દાંત જ એવી સપાટી પૂરી પાડે છે જે shed off ના થાય અને બેક્ટેરિયાને સ્થાયી નિવાસ પૂરો પાડે છે.
ક્ષારી ન બાજે એ માટે શું કરવું ?
પ્રોપર ટેકનિકથી બ્રશ કરવો એ પણ દિવસમાં ૨ વાર એ ઉપરાંત દિવસમાં એકવાર floss કે interdental brush થી બે દાંત વચ્ચે ની જગ્યા સાફ રાખવી અને દર છ મહિને ડેન્ટલ ચેક-અપ કરાવવું.
ડેન્ટલ ચેકઅપ વખતે જો જરૂર જણાય તો ડેન્ટીસ્ટ સ્કેલિંગ કરીને ક્ષારી ને કાઢી શકે છે.
સ્કેલિંગ શા માટે જરૂરી છે ? જ્યારે હું બે ટાઈમ બ્રશ કરું છું.
અમુક જગ્યા પર બ્રશ પહોંચતો ન હોય અને ક્ષારી જામે જે સમય જતા કેલ્સીફાઇડ થઈને કેલ્ક્યુલસ (પથરી) બનાવે છે જે બ્રશથી સાફ ન થઈ શકે માટે.
સ્કેલિંગ થી દાંત નબળા પડી જાય?
ના. સ્કેલિંગ થી દાંત નબળા ન પડે પણ દાંત વચ્ચેની જગ્યા માંથી કેલ્ક્યુલસ નીકળી જાય એટલે દાંત વચ્ચે જગ્યા થઈ હોય એવું લાગે. દાંત ના મુળિયા પરથી પણ કેલ્ક્યુલસ દૂર કરવામાં આવે જેથી સેન્સિટિવિટી થઈ શકે પણ એ બધું ટેમ્પરરી હોય. It's better to have sensitive teeth then no teeth.
આતો થઈ પેરીયોડોન્ટાઈટીસ થી બચવાની વાત પણ એક વખત પેરીયોડોન્ટાઈટીસ થઈ જાય તો પછી શું?
પેરીયોડોન્ટાઈટીસ ની સારવાર ના બે તબક્કા હોય છે. પહેલા તબક્કા માં દાંત અને પેઢાની સ્કેલિંગ હોય છે. અને બીજા તબક્કા માં ફ્લેપ પ્રોસીજર આવે જે એડવાન્સ્ડ કેસ માંટે અનીવાર્ય હોય છે. જે માત્ર પેઢા ની સર્જરી ના નીષ્ણાત ડોક્ટર (MDS) (પેરીયોડોન્ટીસ્ટ) જ કરે છે. આ ટ્રીટમેન્ટ પછી રેગ્યુલર સંભાળ રાખવાથી આ રોગનો recurrence અટકાવી શકાય છે.
વધુ જાણકારી માટે તમારા Dentist ને જરૂર પૂછો.
Dr Prerak Velani
M.D.S.
Periodontist & Implantologist
Comments